[ NEW Update ]


શિક્ષકો, બાળકો અને મધ્યાહન ભોજનની ઓનલાઇન હાજરી પુરવા માટે [ અહી ક્લીક કરો ].

30 July 2019

[MAS App વિશે....]

👉  Mobile Attendance System App .... વિશે માહીતી. 
👉  શ્રીમાન,

        માન. અગ્રસચિવશ્રીની સૂચના અને મંજુરી અનુસાર તા. ૦૧-૦૮-૨૦૧૯ થી MAS App. દ્વારા સંસ્થામા અનિયમિત સ્ટાફ માટે નોટીસ પાઠવવામાં આવશે. આ નોટીસ માન. અગ્રસચિવશ્રી, શિક્ષણ વિભાગ, દ્વારા મંજુર કરાયેલ પ્રોટોકોલ અનુસાર પાઠવવામાં આવશે. આ વ્યવસ્થા લાગુ કરતા પહેલા તા. ૨૭-૦૭-૨૦૧૯, તા. ૨૯-૦૭-૨૦૧૯ તથા તા. ૩૦-૦૭-૨૦૧૯ નાં રોજ પ્રાયોગિક ધોરણે MAS App.  દ્વારા અમલ હાથ ધરવામાં આવશે. આ બે દિવસો દરમ્યાન સ્ટાફને મળતી નોટીસને માત્ર કામચલાઉ નોટીસ ગણવાની રહેશે જેનું કોઈ વાસ્તવિક મહત્વ નહિ હોય. પરંતુ આ નોટિસો MAS App. દ્વારા નિયમાનુસાર પાઠવવામાં આવતી હોવાથી આપશ્રી નીચે જણાવેલા મુદ્દાઓ ધ્યાન પર લેશો.

👉 MAS App Download Click 

(૧) MAS App. રોજની જેમજ કાર્યરત રહેશે અને તેનો ઉપયોગ રોજીંદી રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

(૨) MAS App. દ્વારા મળતી નોટિસને જેતે સ્ટાફ જોઈ શકશે પરંતુ હાલ પુરતુ તેનો જવાબ કરવાનો નહી રહે.

(3) આ સાથે સામેલ નોટીસ પ્રોટોકોલ પ્રમાણે જેતે સ્ટાફની જો રજા કપાત કરવાની થશે તો તે પણ પ્રાયોગિક ધોરણે જ રહેશે અને તેનું કોઈ વાસ્તવિક મહત્વ નહિ રહે.

(4) આ દિવસો દરમ્યાન ઉદભવતા પ્રશ્નો ને સંસ્થા દ્વારા Principal Email માંથી mas.eduguj.gov@gmail.com પર મોકલી આપવાના રહેશે. અંગત રીતે કરેલા ઈમેલ ધ્યાનમાં લેવામાં નહિ આવે.

(૫) આ પ્રાયોગિક સમયગાળા દરમ્યાનમાં આપની સંસ્થામાંથી મહત્તમ સ્ટાફ MAS App નો ઉપયોગ કરે તે ઈચ્છનીય છે.

(૬) MAS App. નું હાલનું વર્ઝન ૩.૨.૫.૨ છે અને આ એપનું નવું વર્ઝન ૩.૨.૬.2 હવે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તો આ નવું વર્ઝન તમામ સ્ટાફે ડાઉનલોડ કરવું જરૂરી છે.

(૭) નવા વર્ઝનમાં અનિયમિત સ્ટાફ માટે નોટીસ, શિફ્ટની માહિતી, રજાઓ નાં પ્રકાર, Daily Task, વિગેરેલક્ષી ફેરફારો કરવામાં આવ્યા છે.

(૮) MAS App.  નાં Daily Task ટેબ પર સ્ટાફે રોજે રોજનું કાર્ય ભરવાનું થાય છે. જેની સાથે વિદ્યાર્થીઓની હાજરી પણ અચૂક ભરવાની થાય છે. આ માહિતી તમામ સ્ટાફ ભરતો થાય તે સુનિશ્ચિત કરવા માટે આચાર્યશ્રીઓ જરૂરી આદેશ કરે તે ઈચ્છનીય છે. તા. ૦૧-૦૮-૨૦૧૯ થી MAS App દ્વારા વિદ્યાર્થીઓની હાજરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે.

(૯) તા. ૨૭-૦૭-૨૦૧૯ થી MAS App. નો લાઈવ ડેટા સી.એમ. ડેશ-બોર્ડ પર ઉપલબ્ધ થવાનો છે આથી સંસ્થા માં તમામ સ્ટાફ નિયમિત રીતે MAS App. નો ઉપયોગ કરે અને Daily Task પર ભરવાની થતી માહિતી નિયમિત રીતે ભરાય તે આપશ્રી સુનિશ્ચિત કરશો તેવી વિનંતી.